|
પરીક્ષા માં ચોરી : ભારતમાં શિક્ષણ અને પરીક્ષા પધ્ધતિ પર ફરી સવાલ
|
|
આપણે ત્યાં વિષયને સમજવા કરતાં તેને યાદ રાખવા પર ભાર મૂકાય છે.
|
રવિપૂર્તિ “ ગુજરાત સમાચાર
” તારીખ : 29/03/2015 માં હોરાઇઝન
માં ભવેન કચ્છી દ્વારા લખેલ લેખ : પરીક્ષા
પધ્ધતિ પર કરેલ ટીપ્પણી કેટલે અંશે સાચી
અને વાસ્તવિક છે એ વાંચ્યા પછી સમઝાશે.
હું એમની સાથે 100% સંમત છું . અહીં એ લેખના થોડા અંશો અક્ષરસ: રજુ કરું છું.
આપણે ત્યાં પરીક્ષા પધ્ધતિ
એક સ્પર્ધાત્મક હરિફાઇ – રેશ – છે.
( અ ) નાના ભુલકાઓને આ શિક્ષણની હાટડી ખોલી
બેઠેલા વેપારીઓ બાળકોની ઉંમર – માંડ હજુ તો એ બાળ પા પા પગલી માંડતો થયો
હોય –દોઢ વર્ષની થાય ત્યાં તો નર્શરી માં ડોનેશન અને ફી પેટે તગડી રકમ વસુલી દાખલ
કરી દે છે --- એ ખરેખર તો નાના બાળકોનો નૈશર્ગીક વિકાસ રુંધીને અત્યાચાર જ આપણે નથી કરી રહ્યા ??? !!! આમાં સંસ્થા અને વાલી બંને જવાબદાર છે . બીજુ એડ્મીશન ના નામે ડોનેશન અને ફી નું
વિષચક્ર નર્શરી થી માંડીને ઠેઠ ઉચ્ચ શિક્ષણ સુધી ચાલ્યા જ કરે !! વિચારો અને મનો
મંથન કરો પછી લાગશે કે આપણી જુની શિક્ષણ પધ્ધતિ શું ખોટી હતી ??
( બ ) બિહાર નો આ વાયરલ વિડીઓ
જોતાં સહેજે મનમાં શંકા ઉપજે કે ગુજરાતમાં જે આઇસીએસ , આઇપીએસ કે આઇ એફ એસ ની
ઉચ્ચ પદવી સ્થાને બિરાજતાં યુપી, એમ પી , બિહાર કે રાજસ્થાન નાં
દુબે , ચોબે ,ગુપ્તા ,શર્મા કે મિશ્રા શું આવીજ
પરીક્ષા ચોરી ની મહેરબાની થી ગુજરાત સરકાર ની મલાઇ ખાતા હશે ?? !! શું ખરેખર તેઓ આટલા
બુધ્ધીવાન કે હોંશિયાર હશે ?? કે પછી યુપીએસસી ની
પરીક્ષા માં કરેલ ચોરી નાં લાભાર્થીઓ છે ?? !! ઇર્ષા કરવાનું કારણ પણ
છે કે સિવીલ સર્વીસીસ માં – જીપીએસસી માં - કેમ કોઇ ગુજરાતીઓ ઝળકતાં નથી?? આપણે જાણીએ છીએ કે કેન્દ્ર
કે રાજ્ય સરકાર માં આવી પોસ્ટમાં બિહારીઓની નોંધપાત્ર સંખ્યા છે. ઇવન આઇ આઇ ટીમાં
પ્રવેશ મેળવવાના કોચિંગ નું
બિહાર ‘ હબ ’ છે.
( ક ) અને છેલ્લે આપણાં શૈક્ષણિક સ્તરમાં વિદ્યાર્થીઓને જે વિષયને સમજવા કરતાં તે વિષયના માત્ર
જે તે ઉત્તરો યાદ રાખવા પરજ ભાર મુકીએ છીએ .કાં યાદ રખાય અથવા તો ગોખણપટ્ટી કરવી
પડે .જે તે વિષયને નિદર્શન સાથે ખરા અર્થ માં સમજાવવાનું કહેવામાં આવે તો તે
વિદ્યાર્થી ઢીલો પડી જાય . ડેપ્થ કે ક્ન્સેપ્ટ સાથે વિદ્યાર્થી અભ્યાસ કરે તેના પર
વિદેશમાં ભાર મુકાય છે. પ્રોજેક્ટ , પ્રવૃત્તિ સ્પોર્ટસ, ટેલેંટને નજરમાં લેવાય છે
. ન્યાય તંત્ર , ક્રૃષિ , પોલિસ , તબીબી , વિધાનસભા , સાહિત્ય , ઇતિહાસ ,મ્યુઝિયમ , લાઇબ્રેરી ની વિદેશમાં મુલાકાત કરાવીને તે પ્રકરણનો અભ્યાસ કરાવાય છે. તેવું જ વિજ્ઞાન
ટેકનોલોજીની –એંજિનીયરીંગની દુનિયામાં પ્રત્યક્ષ લઇ જઇ ને અભ્યાસક્રમ આગળચાલે છે.
પ્રેક્ટીકલી કે સ્થુળ બતાવીને તમે તે અભ્યાસ કરાવો કે તેના વિષે લખવાકે બોલવાનું
કહો તો જ ખરી જ્ઞાનવર્ધક અભિવ્યક્તિ આવે. જ્યાં સુધી વિદ્યાર્થી નજરો નજર જોશે
નહીં ત્યાં સુધી તેનાં મગજમાં જે તે પ્રોજેક્ટ કેવી રીતે વર્ક કરે છે તે સમઝાશે
નહીં અને તે માટે ફીલ્ડની ટુર વિઝિટ જરૂરીછે જે આપણે ત્યાં કોલેજોમાં કરાવતાં
નથી.મેં મારા ફેસબૂક એકાઉંટ પર આ બાબતે
સિવિલ એંજીનીયરીંગના વિદ્યાર્થીઓ માટે લખેલ છેજ અને જો કોઇ વિદ્યાર્થી કે વિદ્યાર્થી ગ્રુપ આ
માટે તૈયાર હોય તો હું પ્રત્યક્ષ
ફીલ્ડવિઝિટ કરાવી મારા અનુભવનું ભાથું વહેંચવા તૈયાર છું .આ માટે ગમે ત્યારે મારો
સંપર્ક કરવા સુચન છે.
આપણે અમેરીકામાં સ્પેલીંગ સ્પર્ધા
, ગણિત ના સમીકરણો કે ગણતરીની સ્પર્ધા માં ઝળકીએ છીએ કેમ કે તેનાં પાયામાં યાદ
રાખવા ક્રિયા છે જેનું વિદેશી
વિદ્યાર્થી ને મન મહત્વ નથી. આપણે બિલ ગેટ્સ , ઝુકરબર્ગ , મેક્ડોનાલ્ડ, વોરન બફેટ , જેઇના વેલ્ચ ,લી આઇકોકા , ફ્રોડ કે બ્રિટન ,
જર્મન, ફ્રાંસ , જેવી વૈષ્વિક ટેલેંટ
નથી આપી શક્યા તેનું મુળ કારણ આપણી શિક્ષણ
પધ્ધતિ છે.
( ડ ) બિહાર ના આ વાઇરલ જોયા પછી વિદેશોની યુનિવર્સિટી માં
પ્રવેશવા માટે ખરેજ આપણા વિદ્યાર્થી ઓ એ હવે લોઢાના ચણા ચાવવા પડશે !!! આપણી
યુનિવર્સીટીમાં કડી મહેનત કરી મેરીટ મેળવ્યા
પછી પણ વિદેશ ની યુનિવર્સીટી માં
પ્રવેશ માટે ત્યાંની માન્ય પરીક્ષા ઓ આપવાની
રહે છે. એ તો સારૂં છે કે એમ કરતાં જો તમે ઉત્તિર્ણ થાઓ તો પ્રવેશ શક્ય છે
નહીંતર ઘેર પાછા !! હા ,
તમે ભારત ની તમારી ડીગ્રીઓ કે રેંક્ની ફાઇલ બતાવો તે સાથેજ વિદેશની પ્રવેશ પેનલ
ઇન્ટરવ્યુ માં તમારી સામે કટાક્ષમય નજર કે સ્મિત ફેંકશે તે નક્કી.
( ઇ ) હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે ભારત માં આ રીતે બોર્ડ
ની પરીક્ષા દુષણ કેમ ?
આનો એક જ ઉકેલછે કે આપણી શિક્ષણ અને
પરીક્ષા પધ્ધતિમાં ધરમુળ થી જ પરિવર્તન લાવવાની જરૂર છે . આપણે અમેરીકી , યુરોપીય દેશો અને ચીન ની બોર્ડ
ની પરીક્ષાકે શિક્ષણ પધ્ધતિ , અભ્યાસ ક્રમ નો સ્ટડી
કરવાની જરૂર છે. જેમ કે તેંદુલકર એકવખત કે
બે- ત્રણ વખત સદી કરવાથી વંચિત રહી જાય તો
કંઇ એ મહાન બેટ્સમેન માંથી ફેંકાઇ જતો નથી ??!! તેજ રીતે જે
વિદ્યાર્થી ગણિત કે વિજ્ઞાન વિષય માં સો
માંથી સો માર્ક લાવી પાસ થતો હોય અને બોર્ડ ની પરીક્ષા માં કદાચ સો માંથી સો ના પણ
આવી શકે તો એ કંઇ હોંશિયાર મટી જતો નથી પરંતુ આપણી પરીક્ષા પધ્ધતિ બિચારાને નબળો
બનાવી શકે છે.
( ઈ ) આપણે ત્યાં જ કેમ બધા બીબાઢાળ ડૉક્ટરો , એંજીનીયરો
કે નોકરીયાતો જ પેદા થાય છે ?? સર્જનાત્મક , સંશોધન કે મેઇડ ઇન ઈન્ડિયાની વૈશ્વિક
પ્રોડ્ક્ટ કેમ નહીં ?? આપણી હોનહાર ટેલેન્ટ વિદેશ માં જઇ ને કેમ ખીલી ઊઠે છે ? ભારત ની શૈક્ષણિક સંસ્થાઓમાં વિદેશ થી વિદ્યાર્થીઓ આવે તેવું લક્ષ્ય ના
રાખી શકાય ??!! ભારત નાં
વિદ્યાર્થી ઓ માં શોધ , સંશોધન ,કે સર્જનાત્મકતાનો અભાવ છે તેનું કારણ એ છે કે આપણી પરીક્ષા પધ્ધતિ
માર્ક્લક્ષી છે જેને ધરમુળથી જ બદલવાની તાતી જરૂર છે !!! એના
વગર આપણાં વિદ્યાર્થીનો – નાગરીક નો કે દેશ નો ઊધ્ધાર નથી !!
@@@ ભરતકુમાર ડાહ્યાભાઇ મહેતા – મઢી - -
394340
No comments:
Post a Comment